આ 10 ટિપ્સથી ઓફિસમાં બેઠાં-બેઠાં ઉતારી દો તમારું વધેલુ વજન

સામાન્ય રીતે લોકો પોતાના વધતા વજન માટે ચિંતાતુર હોય છે, પણ ઓફિસના વ્યસ્ત શેડ્યુલના કારણે તેમને આ માટે કસરત કરવાનો સમય નથી મળતો. જોકે કેટલીક સહેલી ટિપ્સ છે જેનો ઉપયોગ કરવાથી ઓફિસમાં બેઠાંબેઠાં વજન ઘટાડી શકાય છે.
1.ઓફિસમાં રોજ 5 મિનિટ મેડિટેશન કરવાથી સ્ટ્રેસ ઘટે છે. આ સાથે તણાવ ઓછો થતા અનેક બીમારીઓથી પણ બચી શકાય છે.
2. લંચ બ્રેકમાં કોમ્પ્યૂટર સ્ક્રીન પર ચીટકી રહેવાને બદલે આ સમયને સારી રીતે પસાર કરવો જોઈએ.
3. ઓફિસમાં લિફ્ટને બદલે સીડીનો ઉપયોગ કરવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે.
4. વજન ઉતારવા માટે શુગરયુક્ત પીણાં પીવાને બદલે પાણી અથવા તો ગ્રીન ટીનો વિકલ્પ પસંદ કરવો જોઈએ.
5. જો તમારે ઓફિસમાં વધુ ટાઇમ બેસવી રહેવાનું હોય તો થોડીવાર ઓફિસની બહાર ચક્કર મારવા જાવો.
6. વધારેને વધારે પાણી પીવું જોઈએ. જો આ પાણી હુંફાળું હોય તો વધારે ફાયદો થાય છે.
7. ઓફિસમાં લંચ પછી રોજ સેલ્ફી લેવાથી વ્યક્તિને તેના વધતા વજનનો સતત ખ્યાલ આવે છે. આ કારણે તેમને વજન ઘટાડવાનું પ્રોત્સાહન મળે છે.
8. ઓફિસમાં રોજ 2-3 વાર સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવાથી બહુ આરામ મળે છે.
9. ઓફિસમાં જમ્યા પછી રોજ જમ્યા પહેલાં અને પછી અડધો કલાક આંટા મારવાથી વજન ઉતારવામાં સરળતા રહેશે.
10. લંચ બ્રેકમાં ગ્રીન ટી પીવાથી ફ્રેશ ફિલ થશે અને મેટાબોલિઝમ પણ સુધરશે.

Post a Comment

0 Comments